ભારતે પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ અફઘાન નાગરિકો માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે, જેને 'ન્યૂ અફઘાન વિઝા' મોડ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. આ પગલું તાલિબાન સાથે ભારતના સંબંધોમાં સુધારો લાવવાના પ્રયાસનો એક ભાગ છે. બીજી તરફ, પહલગામ આતંકી હુમલાને પગલે ભારતે પાકિસ્તાનના નાગરિકોની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી અને રિજનલ સિક્યુરિટીને મજબૂત કરવાના પ્રયાસોનું પ્રતિબિંબ માનવામાં આવે છે.