Get App

India vs Pakistan: આખરે પાકિસ્તાન ઝૂક્યું! T20 World Cup 2026માં ભારત સામે રમવા તૈયાર, જાણો ક્યારે રમાશે મહામુકાબલો

T20 World Cup 2026માં India vs Pakistan મેચને લઈને મોટા સમાચાર! પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આખરે ભારત સામે રમવા રાજી થયું છે. જાણો 15 ફેબ્રુઆરીએ રમાનારી મેચ અને ICC મીટિંગની સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Feb 10, 2026 પર 10:31 AM
India vs Pakistan: આખરે પાકિસ્તાન ઝૂક્યું! T20 World Cup 2026માં ભારત સામે રમવા તૈયાર, જાણો ક્યારે રમાશે મહામુકાબલોIndia vs Pakistan: આખરે પાકિસ્તાન ઝૂક્યું! T20 World Cup 2026માં ભારત સામે રમવા તૈયાર, જાણો ક્યારે રમાશે મહામુકાબલો
T20 World Cup 2026માં India vs Pakistan મેચને લઈને મોટા સમાચાર! પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આખરે ભારત સામે રમવા રાજી થયું છે.

India vs Pakistan: ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. T20 World Cup 2026ની સૌથી હાઈ-પ્રોફાઈલ ગણાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર લટકતી તલવાર હવે હટી ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હવે અંત આવ્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આખરે ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે.

આ નિર્ણય બાદ હવે ક્રિકેટના મેદાન પર કટ્ટર હરીફો ગણાતા ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે. મળતી માહિતી મુજબ, આ મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના મેદાન પર રમાશે.

લાહોરમાં યોજાયેલી બેઠકમાં ICCની જીત

લાહોરમાં એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ICCની કૂટનૈતિક જીત થઈ છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન હવે ભારત સામે રમવા માટે તૈયાર થઈ ગયું છે અને તેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

પાકિસ્તાનની શરતો અને ICCનું વલણ

ભારત સામે રમવા માટે પાકિસ્તાને ICC સમક્ષ કેટલીક શરતો મૂકી હતી, પરંતુ ICCએ કડક વલણ અપનાવતા પાકિસ્તાનની મોટાભાગની માંગણીઓ ફગાવી દીધી છે. પાકિસ્તાને મુખ્યત્વે 3 માંગણીઓ કરી હતી:

* ICC દ્વારા મળતા વાર્ષિક ફંડમાં વધારો કરવામાં આવે.

બધા સમાચાર

+ વધુુ વાંચો