Indian Economy External Debt: ભારતનું વિદેશી દેવું જૂન 2025ના અંતે 747.2 અરબ ડોલરે પહોંચી ગયું છે, જે માર્ચ 2025ની સરખામણીએ 11.2 અરબ ડોલરનો વધારો દર્શાવે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મંગળવારે આ આંકડા જાહેર કર્યા. RBIના અહેવાલ મુજબ, દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના સંદર્ભમાં એક્સટર્નલ દેવાનો હિસ્સો જૂન 2025માં 18.9% રહ્યો, જે માર્ચ 2025ના 19.1%થી થોડો ઓછો છે.