DA Hike: કેન્દ્ર સરકારે દિવાળીના તહેવાર પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને લાભ થશે.