US Government Shutdown: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આજે મોટો આઘાત લાગ્યો છે. અમેરિકન સમય મુજબ આધીરાત પછીથી ગવર્નમેન્ટ શટડાઉન અમલમાં આવી ગયું છે. કોંગ્રેસમાં અસ્થાયી ફંડિંગ બિલ પાસ કરાવવામાં નિષ્ફળતા મળતાં ટ્રમ્પની પાર્ટીને માત્ર 55 વોટ જ મળ્યા, જ્યારે 60ની જરૂર હતી. આનાથી ફેડરલ ગવર્નમેન્ટના અનેક વિભાગોમાં ફંડની તંગી પડી જશે અને નોન-એસેન્શિયલ સર્વિસ બંધ થઈ જશે.