Get App

Israel Presidential Award: 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ આપશે સર્વોચ્ચ સન્માન

Captain Smit Machchhar: ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાયલટના જીવલેણ હુમલા છતાં 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ 'પ્રેસિડેન્શિયલ એવોર્ડ'થી સન્માનિત કરશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2026 પર 11:15 AM
Israel Presidential Award: 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ આપશે સર્વોચ્ચ સન્માનIsrael Presidential Award: 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ આપશે સર્વોચ્ચ સન્માન
ગયા અઠવાડિયે ફ્લાયદુબઈની ફ્લાઇટ નંબર FZ1073 તેલ અવીવ જઈ રહી હતી. ત્યારે હવામાં એક ભયાનક અને ચોંકાવનારી ઘટના બની. વિમાનના કો-પાયલટ જે ઓમાનનો નાગરિક છે હમામ અલ-હમ્મામીએ અચાનક વિમાનના કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી જીવલેણ હુમલો કરી દીધો.

Captain Smit Machchhar: ભારત માટે ખૂબ જ ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. હવામાં ઊડતા વિમાનમાં હાઈજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવીને 174 લોકોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ સરકાર પોતાનો દેશનો સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કાર આપવા જઈ રહી છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

ફ્લાઇટમાં ખરેખર શું થયું હતું?

પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા અઠવાડિયે ફ્લાયદુબઈની ફ્લાઇટ નંબર FZ1073 તેલ અવીવ જઈ રહી હતી. ત્યારે હવામાં એક ભયાનક અને ચોંકાવનારી ઘટના બની. વિમાનના કો-પાયલટ જે ઓમાનનો નાગરિક છે હમામ અલ-હમ્મામીએ અચાનક વિમાનના કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી જીવલેણ હુમલો કરી દીધો. તેનો મુખ્ય હેતુ વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો હતો.

પરંતુ, કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હિંમત હાર્યા નહીં. તેમણે અદભુત સાહસ અને ધૈર્ય બતાવીને હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લીધો. પોતાની જાનની પરવા કર્યા વિના તેમણે 174 મુસાફરો સાથે વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને મોટી હોનારત ટાળી દીધી.

યરૂશલેમમાં રાષ્ટ્રપતિની જાહેરાત: "સ્મિત સાચા હીરો છે"

ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે યરૂશલેમમાં એક ખાસ કાર્યક્રમ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરને તેમની અસાધારણ બહાદુરી માટે 'પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ' આપવાની જાહેરાત કરી. કાર્યક્રમમાં છ ઈઝરાયલી નાગરિકોને એવોર્ડ આપતી વખતે રાષ્ટ્રપતિએ ખાસ ભારતીય પાયલટનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, "આજે આપણે ઈઝરાયલી વીરોની સાથે સાથે ભારતના કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેમની બહાદુરીથી જ મોટી દુર્ઘટના ટળી છે." વધુમાં તેમણે ઉમેર્યું કે, "જ્યારે તેઓ પૂરી રીતે સ્વસ્થ થઈ જશે, ત્યારે ઈઝરાયલની જનતા વતી તેમને આ પુરસ્કાર આપવાનું મને ગર્વ થશે." નોંધનીય છે કે, આ વિશેષ એવોર્ડની શરૂઆત 7 ઓક્ટોબર 2023 ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી, જે પોતાના જીવના જોખમે અન્યોનો જીવ બચાવનાર વીરોને આપવામાં આવે છે.

પીએમ નેતન્યાહૂએ ફોન પર કરી વાતચીત

બધા સમાચાર

+ વધુુ વાંચો