Get App

ભારતનું સૌથી સ્વચ્છ શહેર: અમદાવાદ કે ઇન્દોર? જાણો ‘સ્વચ્છતા સુપર લીગ’નું રહસ્ય

Swachh Survekshan 2024-25:થોડા દિવસ પહેલાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નો અનૌપચારિક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં અમદાવાદ પ્રથમ, ભોપાલ બીજા અને ઇન્દોર ત્રીજા સ્થાને હતું.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2025 પર 4:59 PM
ભારતનું સૌથી સ્વચ્છ શહેર: અમદાવાદ કે ઇન્દોર? જાણો ‘સ્વચ્છતા સુપર લીગ’નું રહસ્યભારતનું સૌથી સ્વચ્છ શહેર: અમદાવાદ કે ઇન્દોર? જાણો ‘સ્વચ્છતા સુપર લીગ’નું રહસ્ય
અમદાવાદ અને સુરતે આ વખતે ગુજરાતનું નામ રોશન કર્યું.

Swachh Survekshan 2024-25: સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના અવૉર્ડની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું, જ્યારે ‘સ્વચ્છતા સુપર લીગ’માં ઇન્દોરે ફરી એકવાર ટોચનું સ્થાન મેળવ્યું. આ બે અલગ-અલગ રેન્કિંગથી લોકોમાં મૂંઝવણ થઈ છે. તો ચાલો જાણીએ આ બંને શહેરોની સ્વચ્છતાની સફર અને ‘સ્વચ્છતા સુપર લીગ’નો હેતુ.

અમદાવાદે મારી બાજી, ઇન્દોરે રચ્યો ઇતિહાસ

થોડા દિવસ પહેલાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નો અનૌપચારિક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં અમદાવાદ પ્રથમ, ભોપાલ બીજા અને ઇન્દોર ત્રીજા સ્થાને હતું. આથી લોકોને લાગ્યું કે સાત વર્ષથી નંબર વન રહેલું ઇન્દોર આ વખતે ટોપ-3માંથી બહાર થઈ ગયું. પરંતુ ગુરુવારે દિલ્હીમાં થયેલી આધિકારિક જાહેરાતે સ્પષ્ટ કર્યું કે અમદાવાદે સામાન્ય રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ‘સ્વચ્છતાલિગ’માં ઇન્દોર લગાતાર આઠમી વખત ટોચનું સ્થાન હાંસલ કર્યું.

‘સ્વચ્છતા સુપર લીગ’ શું છે?

ભારત સરકારે 2024-25 માટે એક નવી કૅટેગરી ‘સ્વચ્છતા સુપર લીગ’ શરૂ કરી, જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ટોપ-3માં રહેલાં 15 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો. આમાં ઇન્દોર, સુરત, નવી મુંબઈ જેવાં શહેરોનો સમાવેશ થયો. આ લીગમાં ઇન્દોરે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની કૅટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે સુરત બીજા, વિજયવાડા ત્રીજા અને નવી મુંબઈ ચોથા સ્થાને રહ્યાં.

શા માટે બની ‘સ્વચ્છતા સુપર લીગ’?

છેલ્લાં કેટલાંક વર્ષોની સ્વચ્છતા રેન્કિંગમાં ઇન્દોર, સુરત અને મુંબઈ જેવાં શહેરો જ ટોચ પર રહેતાં હતાં. આથી અન્ય શહેરોને સ્વચ્છતા માટે પ્રોત્સાહન મળતું ન હતું. સૂત્રો અનુસાર, મંત્રાલયે ટોપ શહેરોને અલગ કરીને તેમની વચ્ચે સ્પર્ધા કરાવવા ‘સ્વચ્છતા સુપર લીગ’ની રચના કરી. આનાથી બાકીનાં શહેરો માટે પરંપરાગત સ્વચ્છ સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવાની તક મળી, જેમાં અમદાવાદે પ્રથમ સ્થાન હાંસલ કર્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો