Akash Prime Air Defence System: ભારતીય સેનાએ લદ્દાખ સેક્ટરમાં 15,000 ફીટની ઊંચાઈએ આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ ચીન, પાકિસ્તાન અને તુર્કી જેવા દુશ્મન દેશોના હવાઈ હુમલાઓ સામે ભારતની સુરક્ષાને અભેદ્ય બનાવશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

