ભારતીય સેનાને તાજેતરમાં અમેરિકન કંપની બોઇંગ તરફથી ત્રણ અપાચે AH-64E લડાકૂ હેલિકોપ્ટર મળ્યા છે, જે 4,168 કરોડ રૂપિયાના સોદાનો એક ભાગ છે. આ સોદામાં કુલ છ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જેમાં એક હેલિકોપ્ટરની કિંમત આશરે 860થી 948.5 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ અપાચે હેલિકોપ્ટર વિશ્વના સૌથી અદ્યતન અને મોંઘા સૈન્ય હેલિકોપ્ટરોમાંનું એક છે, જેનો ઉપયોગ અમેરિકન સેના પણ કરે છે.