US-India Trade Deal: ભારતનું અર્થતંત્ર આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક બની ગયું છે. આ ગતિને જાળવી રાખીને દેશનો વેપાર વિસ્તારવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. શુક્રવારે FICCIની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે ભારત હાલમાં આશરે 50 જુદા જુદા દેશો અને આર્થિક જૂથો સાથે 'મુક્ત વેપાર કરારો' (Free Trade Agreements - FTAs) માટે સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યું છે. આ માહિતી દર્શાવે છે કે ભારત વૈશ્વિક બજારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કેટલી ઝડપથી કામ કરી રહ્યું છે.

