Get App

IPL 2027 Trade Deal: હાર્દિક પંડ્યાની પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ સિંહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી! જાણો કેટલા કરોડમાં થઈ મેગા ડીલ

IPL 2027 Trade Deal: IPL 2027 પહેલા સૌથી મોટી ટ્રેડ ડીલ થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સે 18 કરોડમાં અને અર્શદીપ સિંહને મુંબઈએ 18 કરોડમાં ખરીદ્યો છે. જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2026 પર 10:25 AM
IPL 2027 Trade Deal: હાર્દિક પંડ્યાની પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ સિંહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી! જાણો કેટલા કરોડમાં થઈ મેગા ડીલIPL 2027 Trade Deal: હાર્દિક પંડ્યાની પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ સિંહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી! જાણો કેટલા કરોડમાં થઈ મેગા ડીલ
આ મોટી ડીલ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ (Punjab Kings) એ ખરીદી લીધો છે. જ્યારે તેના બદલામાં પંજાબના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

IPL 2027 Hardik Pandya and Arshdeep Singh News: IPL 2027ની સીઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાંથી એક સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા BCCI દ્વારા એક મેગા ટ્રેડ ડીલ (Trade Deal) ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

આ મોટી ડીલ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ (Punjab Kings) એ ખરીદી લીધો છે. જ્યારે તેના બદલામાં પંજાબના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

18 કરોડમાં ફાઈનલ થઈ બંને ખેલાડીઓની મેગા ડીલ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ વર્તુળોમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ વચ્ચેની આ ટ્રેડ ડીલ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ ડીલ પર મંજૂરીની સત્તાવાર મહોર મારી દીધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો