Get App

Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, સરસપુરથી નિજ મંદિરે પરત ફર્યા

Jagannath Rath Yatra 2025: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ જોડાશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી બાજ નજર રાખશે. 30 ખાનગી ડ્રોન પણ રૂટ પર જોવા મળશે.

MoneyControl Newsઅપડેટેડ Jun 25, 2025 પર 12:14 PM
Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, સરસપુરથી નિજ મંદિરે પરત ફર્યાJagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, સરસપુરથી નિજ મંદિરે પરત ફર્યા
નેત્રોત્સવ વિધિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે

Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજી આજે સરસપુર મોસાળથી નિજ મંદિરે પરત ફર્યા છે. આ શુભ પ્રસંગે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ. મોટી સંખ્યામાં ભક્તોએ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી.

નેત્રોત્સવ વિધિ શું છે?

લોકવાયકા મુજબ, ભગવાન જગન્નાથ મામાના ઘરે 15 દિવસ રહેવા જાય છે, જ્યાં તેમને મિષ્ઠાન્ન, જાંબુ અને કેરી જેવા ફળો ખવડાવવામાં આવે છે. આના કારણે તેમને આંખો આવે છે. નેત્રોત્સવ વિધિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે, જે એક પ્રતીકાત્મક સારવાર છે. આ વિધિ અમાવસના દિવસે થાય છે, જ્યારે ભગવાન બીમાર અવસ્થામાંથી સ્વસ્થ થઈ રત્નવેદી પર બિરાજે છે.

આજની વિધિની ખાસિયત

પૂજા વિધિ: સવારે 7:30 વાગ્યે ભગવાનને ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠિત કરાયા. વૈદિક મંત્રોચ્ચાર સાથે આંખો પર પાટા બાંધવામાં આવ્યા.

ધ્વજારોહણ: વિધિ બાદ 9:30 વાગ્યે ધ્વજારોહણ કરાયું.

મહા ભંડારો: નેત્રોત્સવ પ્રસંગે મંદિરમાં “ધોળી દાળ અને કાળી રોટી”નો પ્રસાદ ભક્તો અને સાધુ-સંતોને વહેંચાયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો