વિદેશી ભૂમિ કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય શીખો વસે છે. આવી સ્થિતિમાં જો ત્યાંની સરકાર કોઈ નિર્ણય લે છે તો તેની સીધી અસર ભારત પર પડે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે એક મોટી જાહેરાત કરી છે. ટ્રુડોએ કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે.

