Get App

કાશ્મીર રાગ: OICએ ફરી ભારતની આંતરિક બાબતમાં કરી દખલ, કલમ 370 પાછી ખેંચવા અને જનમત સંગ્રહની કરી માગણી

OIC statement on Kashmir: મુસ્લિમ દેશોના સંગઠન OIC એ ફરી એકવાર કાશ્મીર મુદ્દે ભારતની આંતરિક બાબતમાં દખલગીરી કરી છે. સંગઠને 5 ઓગસ્ટ, 2019 ના નિર્ણયો રદ કરવા અને કાશ્મીરમાં જનમત સંગ્રહ યોજવાની માગણી કરી છે. જાણો વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Jan 09, 2026 પર 2:00 PM
કાશ્મીર રાગ: OICએ ફરી ભારતની આંતરિક બાબતમાં કરી દખલ, કલમ 370 પાછી ખેંચવા અને જનમત સંગ્રહની કરી માગણીકાશ્મીર રાગ: OICએ ફરી ભારતની આંતરિક બાબતમાં કરી દખલ, કલમ 370 પાછી ખેંચવા અને જનમત સંગ્રહની કરી માગણી
OIC statement on Kashmir: કાશ્મીર મુદ્દે OIC એ ફરી ઝેર ઓક્યું

OIC statement on Kashmir: જમ્મુ-કાશ્મીરના મુદ્દે મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) એ ફરી એકવાર પોતાની મર્યાદા ઓળંગી છે. વારંવાર પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવતા આ સંગઠને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરતા એક વિવાદાસ્પદ નિવેદન જાહેર કર્યું છે. OIC એ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ભારતના નિર્ણયનો વિરોધ કર્યો છે અને ત્યાં ફરીથી જૂની સ્થિતિ સ્થાપિત કરવાની માગણી કરી છે.

OICની શું છે માંગણી?

57 દેશોના આ સમૂહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 8 જાન્યુઆરી, 2026ના રોજ એક સત્તાવાર નિવેદન શેર કર્યું હતું. આ નિવેદનમાં તેમણે કાશ્મીરી લોકોના "આત્મનિર્ણયના અધિકાર"નું સમર્થન કરવાની વાત કરી છે. સંગઠને 5 જાન્યુઆરી, 1949 ના જૂના સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રસ્તાવનો હવાલો આપતા કહ્યું છે કે, કાશ્મીરમાં એક સ્વતંત્ર અને નિષ્પક્ષ જનમત સંગ્રહ (રેફરન્ડમ) થવો જોઈએ. OIC નું માનવું છે કે કાશ્મીરની જનતાને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર મળવો જોઈએ.

5 ઓગસ્ટ, 2019 ના નિર્ણયો પાછા ખેંચવા અપીલ

બધા સમાચાર

+ વધુુ વાંચો