Get App

ગજબ! કોલકાતાના EV રાઈડર્સ હોર્ન વગાડવામાં નંબર 1, તો બ્રેક મારવામાં આ શહેર સૌથી આગળ, જાણો રસપ્રદ રિપોર્ટ

Ather Energy Report 2025: કોલકાતાના EV ચાલકો કલાકમાં 131 વખત હોર્ન વગાડે છે! એથર એનર્જીના લેટેસ્ટ રિપોર્ટમાં ભારતીય રાઈડર્સની અનોખી આદતો અને સ્માર્ટ ફીચર્સના ઉપયોગ વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 15, 2026 પર 1:42 PM
ગજબ! કોલકાતાના EV રાઈડર્સ હોર્ન વગાડવામાં નંબર 1, તો બ્રેક મારવામાં આ શહેર સૌથી આગળ, જાણો રસપ્રદ રિપોર્ટગજબ! કોલકાતાના EV રાઈડર્સ હોર્ન વગાડવામાં નંબર 1, તો બ્રેક મારવામાં આ શહેર સૌથી આગળ, જાણો રસપ્રદ રિપોર્ટ
Ather Energy Report 2025: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ક્રેઝ સતત વધી રહ્યો છે. હવે ટુ-વ્હીલર માત્ર એક વાહન નથી રહ્યું, પરંતુ એક સ્માર્ટ ગેજેટ બની ગયું છે.

Ather Energy Report 2025: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ક્રેઝ સતત વધી રહ્યો છે. હવે ટુ-વ્હીલર માત્ર એક વાહન નથી રહ્યું, પરંતુ એક સ્માર્ટ ગેજેટ બની ગયું છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી જાણીતી કંપની એથર એનર્જી (Ather Energy) એ હાલમાં જ 2025 યર-એન્ડ રાઈડિંગ ઇનસાઇટ્સ નામનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારતીય રાઈડર્સની ડ્રાઈવિંગ કરવાની રીતભાત વિશે ખૂબ જ રસપ્રદ માહિતી સામે આવી છે.

દેશભરમાં એથરના 5 લાખથી વધુ કનેક્ટેડ સ્કૂટર્સના ડેટા પરથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે સાબિત કરે છે કે ભારતનું EV માર્કેટ હવે માત્ર હાર્ડવેર પૂરતું સીમિત નથી, પરંતુ સોફ્ટવેર આધારિત બની ગયું છે.

કોલકાતામાં હોર્નનો સૌથી વધુ ઘોંઘાટ

રિપોર્ટના આંકડા મુજબ, કોલકાતા ના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ચાલકો હોર્ન વગાડવામાં દેશમાં સૌથી આગળ છે. અહીં સરેરાશ એક કલાકમાં રાઈડર્સ 131 વખત હોર્ન વગાડે છે! આ આંકડો ત્યાંના ગીચ ટ્રાફિક અને થોડી આક્રમક ડ્રાઈવિંગ સ્ટાઈલ તરફ ઈશારો કરે છે.

બેંગલુરુમાં પેનિક બ્રેકિંગ સૌથી વધુ

બીજી તરફ, બેંગલુરુ ના રાઈડર્સ બ્રેકનો ઉપયોગ કરવામાં આગળ છે. મુંબઈની સરખામણીમાં બેંગલુરુમાં ચાલકો લગભગ 4 ગણી વધુ વખત પેનિક બ્રેકિંગ (અચાનક બ્રેક મારવી) કરે છે. આનું મુખ્ય કારણ ત્યાંનું અનિશ્ચિત ટ્રાફિક અને વારંવાર વાહન રોકવાની ફરજ પડતી હોય તેવી સ્થિતિ છે.

જોકે, પુણે અને હૈદરાબાદ જેવા શહેરોમાં લોકો પ્રમાણમાં શાંતિથી વાહન ચલાવે છે. અહીં રાઈડિંગનું વાતાવરણ કંટ્રોલ અને શિસ્તબદ્ધ જોવા મળ્યું છે. દક્ષિણ ભારતના નાના શહેરોમાં પણ ડ્રાઈવિંગ પેટર્ન સ્થિર જોવા મળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો