Get App

નજીવા ઝઘડા બાદ એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં મુસાફરને સળગાવ્યો, 3ના મોત, નાસભાગમાં 8 ઘાયલ

કેરળના કોઝિકોડમાં એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા બાબતે થયેલા નજીવા ઝઘડાને પગલે એક વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દેતાં ત્રણ લોકોના કરૂણ મોત થયાં હતાં. આ ઘટનામાં અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનાના કલાકો બાદ કેરળના ઇલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

MoneyControl Newsઅપડેટેડ Apr 03, 2023 પર 10:47 AM
નજીવા ઝઘડા બાદ એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં મુસાફરને સળગાવ્યો, 3ના મોત, નાસભાગમાં 8 ઘાયલનજીવા ઝઘડા બાદ એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં મુસાફરને સળગાવ્યો, 3ના મોત, નાસભાગમાં 8 ઘાયલ
લપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધા પછી ટ્રેન ધીમી પડી ત્યારે તે વ્યક્તિ નાસી છૂટ્યો હોવાની આશંકા છે. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.

Kozhikode Train Fire: કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા બાબતે થયેલા નજીવા ઝઘડાને પગલે એક વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દેતાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનામાં અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનાના કલાકો બાદ કેરળના ઇલાથુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પર એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધા પછી ટ્રેન ધીમી પડી ત્યારે તે વ્યક્તિ નાસી છૂટ્યો હોવાની આશંકા છે. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 9.45 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરીને કોરાપુઝા રેલવે બ્રિજ પર પહોંચી હતી. મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરી અને આગ પર કાબૂ મેળવ્યો.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર, કથિત રીતે આગ લગાડનાર વ્યક્તિ ઘટના બાદ ભાગી ગયો હતો. ત્રણ ઘાયલ લોકોને આરપીએફના જવાનોએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને જરૂરી તપાસ કર્યા બાદ ટ્રેન રવાના થઈ હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો