મહારાષ્ટ્રના થાણેમાં સોમવારે સવારે એક ગંભીર રેલવે દુર્ઘટના ઘટી, જેમાં મુંબ્રાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી લોકલ ટ્રેનમાંથી 10-12 યાત્રીઓ રેલવે ટ્રેક પર પડી ગયા. આ ઘટનામાં પાંચ યાત્રીઓના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેનમાં અતિશય ભીડને કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે. રેલવે અધિકારીઓ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે, અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.