Get App

માવઠાનો મહાવિનાશ: ખેડૂતોની એક જ માંગ - "સાહેબ, આ વખતે કૃષિ સહાય નહીં, બેન્કનું દેવું માફ કરો!"

Gujarat farmer protest: ગુજરાતમાં કમોસમી વરસાદ એ આશરે 10 લાખ હેક્ટર ખેતી તબાહ કરી. આર્થિક રીતે ભાંગી પડેલા ખેડૂતો હવે કૃષિ સહાયને બદલે બેન્ક ધિરાણ માફીની ઉગ્ર માંગ કરી રહ્યા છે. સરકારી સર્વેની જાહેરાતોમાં વિસંગતતાથી ખેડૂતોમાં ભારે રોષ.

MoneyControl Newsઅપડેટેડ Nov 03, 2025 પર 11:40 AM
માવઠાનો મહાવિનાશ: ખેડૂતોની એક જ માંગ - "સાહેબ, આ વખતે કૃષિ સહાય નહીં, બેન્કનું દેવું માફ કરો!"માવઠાનો મહાવિનાશ: ખેડૂતોની એક જ માંગ - "સાહેબ, આ વખતે કૃષિ સહાય નહીં, બેન્કનું દેવું માફ કરો!"
માવઠાનો માર અને ખેડૂતોની આરપારની લડત

Gujarat unseasonal rain: ગુજરાતના ખેડૂતો પર આભ ફાટ્યું છે. કમોસમી વરસાદ એટલે કે માવઠાએ રાજ્યભરમાં એવો વિનાશ વેર્યો છે કે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક અંદાજ મુજબ, 10 લાખ હેક્ટર જમીનમાં ઉભો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણે અન્નદાતા આર્થિક રીતે તબાહ થઈ ગયો છે. સરકારે પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવાની ખાતરી તો આપી છે, પરંતુ ખેડૂતોનો અવાજ હવે સહાયથી આગળ વધીને સંપૂર્ણ દેવા માફી સુધી પહોંચ્યો છે.

સરકારી વચનોમાં વિસંગતતા: તંત્ર ગોથે ચડ્યું?

ખેડૂતોની મુશ્કેલી ઓછી હોય તેમ, સરકારી તંત્રની કાર્યવાહીમાં જ ગૂંચવણ ઉભી થઈ છે. પાક નુકસાનીના સર્વેને લઈને સરકારના જ જુદા જુદા વિભાગો અને નેતાઓ તરફથી અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે, જેનાથી સરકારની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે.

કૃષિ વિભાગના સત્તાવાર પરિપત્ર મુજબ, સર્વેની કામગીરી 20 દિવસમાં પૂર્ણ કરવાનું જણાવાયું છે.

બીજી તરફ, કૃષિમંત્રી વાઘાણીએ જાહેરાત કરી કે આ સર્વે માત્ર 7 દિવસમાં આટોપી લેવાશે.

આ બધાની વચ્ચે, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે સર્વે 3 દિવસમાં જ પૂરો કરીને રાહત પેકેજ જાહેર કરી દેવાશે.

આ ત્રણેય અલગ-અલગ સમયમર્યાદાએ ખેડૂતોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે આખરે સાચું કોને માનવું? એક નક્કર નિર્ણયના અભાવે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે રોષ અને અવિશ્વાસ પેદા થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો