Gujarat Weather Forecast: આજે, 21 જુલાઈ 2025ની સવારથી અમદાવાદ શહેરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ, સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં અમદાવાદમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી થઈ, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી, પરંતુ ટ્રાફિકમાં થોડી અડચણો પણ ઊભી થઈ.