Get App

NEET paper leak protest: વાંગચુકના 26 દિવસના અનશન પૂરા, પણ લડાઈ ચાલુ! અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી છેડ્યું આંદોલન

Sonam Wangchuk hunger strike: NEET પેપર લીક મામલે સોનમ વાંગચુકે 26 દિવસ બાદ અનશન પૂરા કર્યા છે. જોકે, અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પર આંદોલન ચાલુ રાખવાની મોટી જાહેરાત કરી છે. જાણો આજના લેટેસ્ટ અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Jul 24, 2026 પર 10:51 AM
NEET paper leak protest: વાંગચુકના 26 દિવસના અનશન પૂરા, પણ લડાઈ ચાલુ! અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી છેડ્યું આંદોલનNEET paper leak protest: વાંગચુકના 26 દિવસના અનશન પૂરા, પણ લડાઈ ચાલુ! અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી છેડ્યું આંદોલન
NEET પેપર લીક મામલે સોનમ વાંગચુકે 26 દિવસ બાદ અનશન પૂરા કર્યા છે.

Jantar Mantar protest: દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે છેલ્લા 26 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આખરે પોતાના પારણાં કરી લીધા છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ તેમણે આ નિર્ણય લીધો છે. પરંતુ, આ મુદ્દે આંદોલન હજુ શાંત પડ્યું નથી. વાંગચુકના અનશન પૂરા થતાની સાથે જ અભિજિત દીપકેએ જંતર-મંતર પરથી આંદોલન ચાલુ રાખવાની મોટી જાહેરાત કરી દીધી છે.

અભિજિત દીપકેનું મોટું નિવેદન: "લડાઈ હજુ બાકી છે"

સોનમ વાંગચુકે અનશન સમેટી લીધા બાદ તરત જ અભિજિત દીપકેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોનમ વાંગચુકની હિંમત અને તેમના ત્યાગની ભારે પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમની લડાઈ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી ચાલુ જ રહેશે.

અભિજિત દીપકેએ પોતાના નિવેદનમાં કહ્યું, "અમને એ વાતની ખૂબ રાહત છે કે સોનમ સરે 26 દિવસ પછી પોતાની ભૂખ હડતાલ પૂરી કરી છે. સર, તમારી હિંમત અને કુરબાની માટે આભાર. તમે તમારો જીવ જોખમમાં મૂકીને આખા દેશને જગાડ્યો છે. તમારો જીવ આ દેશ માટે બહુ કિંમતી છે."

આગળ આકરા શબ્દોમાં પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, "કોકરોચ જનતા પાર્ટી સામે અમારું જંતર-મંતર પરનું શાંતિપૂર્ણ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાનું રાજીનામું ન આપી દે."

સરકારના કયા આશ્વાસન બાદ વાંગચુકે કર્યા પારણાં?

ભૂખ હડતાલના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કેન્દ્રીય મંત્રી J.P. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ બેઠકમાં સરકારે આંદોલનકારીઓની માંગણીઓ પ્રત્યે સકારાત્મક વલણ દાખવ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો