Get App

હવે Apple અને Samsungને લાગશે ડર! ભારત લાવી રહ્યું છે પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ, જાણો શું છે સરકારનો પ્લાન

Indian Smartphone Brand: શું ભારત પોતાનો સ્માર્ટફોન લાવી રહ્યું છે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત. આગામી 12થી 18 મહિનામાં Apple અને Samsungને ટક્કર આપવા ભારતીય બ્રાન્ડ ગ્લોબલ માર્કેટમાં આવશે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jan 26, 2026 પર 12:31 PM
હવે Apple અને Samsungને લાગશે ડર! ભારત લાવી રહ્યું છે પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ, જાણો શું છે સરકારનો પ્લાનહવે Apple અને Samsungને લાગશે ડર! ભારત લાવી રહ્યું છે પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ, જાણો શું છે સરકારનો પ્લાન
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન એક ઇન્ટરવ્યુમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારત હવે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં આગલું પગલું ભરવા જઈ રહ્યું છે.

Indian Smartphone Brand: ભારતીય ટેકનોલોજી અને મોબાઈલ માર્કેટમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને દરેક ભારતીય ગર્વ અનુભવશે. અત્યાર સુધી આપણે Apple, Samsung કે અન્ય ચાઈનીઝ કંપનીઓના ફોન વાપરતા હતા, પરંતુ હવે ભારત સરકાર પોતાની 'મેડ ઇન ઇન્ડિયા' ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સમાચારની પુષ્ટિ ખુદ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે.

ક્યારે લોન્ચ થશે ભારતનો સ્માર્ટફોન?

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન એક ઇન્ટરવ્યુમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારત હવે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં આગલું પગલું ભરવા જઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી 12થી 18 મહિનાની અંદર ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ દુનિયા સમક્ષ રજૂ કરી દેશે. આ કોઈ સામાન્ય જાહેરાત નથી, કારણ કે સરકાર આ માટે પૂરતી તૈયારીઓ કરી ચૂકી છે.

સંપૂર્ણ ઈકોસિસ્ટમ અને તૈયારીઓ પૂર્ણ

મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં હવે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગની સિસ્ટમ એકદમ 'મેચ્યોર' થઈ ગઈ છે. ભારત માત્ર ફોન એસેમ્બલ નથી કરી રહ્યું, પણ હવે અહીં એક મજબૂત ઈકોસિસ્ટમ બની ગઈ છે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સરકારે મોબાઈલના સ્પેરપાર્ટ્સ બનાવતા કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ અને આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય મહત્વના લોકો સાથે બેઠકો પણ પૂર્ણ કરી લીધી છે. એટલે કે, પાયાનું બધું જ 'હોમવર્ક' થઈ ગયું છે અને હવે માત્ર અમલ કરવાનો બાકી છે.

Apple અને Samsungને મળશે સીધી ટક્કર

બધા સમાચાર

+ વધુુ વાંચો