Get App

OpenAIનો મોટો ધડાકો: NVIDIAની ચિપ વગર બનાવ્યું સુપરફાસ્ટ AI મોડેલ, જાણો શું છે ‘Spark' અને 10 બિલિયન ડોલરની ડીલ?

OpenAIએ NVIDIA પરની નિર્ભરતા ઘટાડીને Cerebrasની મદદથી નવું AI મોડેલ 'GPT 5.3-Codex-Spark' તૈયાર કર્યું છે. 10 બિલિયન ડોલરની પાર્ટનરશિપ અને 4 ટ્રિલિયન ટ્રાન્સિસ્ટરવાળી મેગાચિપ વિશે જાણો વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2026 પર 5:12 PM
OpenAIનો મોટો ધડાકો: NVIDIAની ચિપ વગર બનાવ્યું સુપરફાસ્ટ AI મોડેલ, જાણો શું છે ‘Spark' અને 10 બિલિયન ડોલરની ડીલ?OpenAIનો મોટો ધડાકો: NVIDIAની ચિપ વગર બનાવ્યું સુપરફાસ્ટ AI મોડેલ, જાણો શું છે ‘Spark' અને 10 બિલિયન ડોલરની ડીલ?
OpenAIએ NVIDIA પરની નિર્ભરતા ઘટાડીને Cerebrasની મદદથી નવું AI મોડેલ ‘GPT 5.3-Codex-Spark' તૈયાર કર્યું છે.

OpenAI New AI Model: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં અત્યાર સુધી એક જ નામનો દબદબો હતો - NVIDIA. જ્યારે પણ કોઈ નવું અને પાવરફુલ AI મોડેલ બને, ત્યારે તેમાં NVIDIA ની ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) ચિપનો જ ઉપયોગ થતો હતો. આ કારણે આ કંપનીની ચિપ્સની ડિમાન્ડ આસમાને પહોંચી હતી. પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ એક મોટું પગલું ભર્યું છે અને NVIDIAની ચિપ વગર જ એક નવું AI મોડેલ તૈયાર કર્યું છે.

શું છે નવું AI મોડેલ?

OpenAIએ તાજેતરમાં જ તેમના કોડિંગ ટૂલ ‘કોડેક્સ'નું એક નવું અને હળવું (Lightweight) વર્ઝન રજૂ કર્યું છે. આ મોડેલનું નામ GPT 5.3-Codex-Spark રાખવામાં આવ્યું છે. આ મોડેલની ખાસિયત એ છે કે તેને સુપરફાસ્ટ સ્પીડ અને ક્વિક રિસ્પોન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ મોડેલ ચલાવવા માટે NVIDIAની ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બદલે OpenAIએ 'કેરેબ્રાસ' (Cerebras) નામની કંપનીની ખાસ ડેડિકેટેડ ચિપનો ઉપયોગ કર્યો છે.

OpenAI અને Cerebras વચ્ચે 10 બિલિયન ડોલરની ડીલ

હવે OpenAI પોતાની સ્ટ્રેટેજી બદલી રહ્યું છે અને માત્ર NVIDIA પર નિર્ભર રહેવા માગતું નથી. આ નવી દિશામાં આગળ વધતા, OpenAI અને ચિપ બનાવતી કંપની Cerebras વચ્ચે ગયા મહિને એક મોટી પાર્ટનરશિપ થઈ છે. આ એક 'મલ્ટી-યર એગ્રીમેન્ટ' છે જેની કિંમત અંદાજે 10 બિલિયન અમેરિકન ડોલર છે.

આ પાર્ટનરશિપનો મુખ્ય ઉદ્દેશ્ય AI મોડેલના કમ્પ્યુટિંગ પાવરને વધારવાનો અને રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો છે. હવે OpenAIને અન્ય કંપનીઓ પર નિર્ભર નહીં રહેવું પડે, જે તેમના માટે એક મોટી સિદ્ધિ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો