Get App

પાકિસ્તાની કોર્ટે ઇમરાન ખાનને આપી રાહત, હાલ પુરતું ધરપકડ વોરંટ કરાયું રદ, આગામી સુનાવણી 30 માર્ચે

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Pakistan Ex PM Imran Khan) તોશાખાના કેસમાં ફરી એકવાર ધરપકડથી બચી ગયા છે. લાહોરમાં તેના ઘરે પણ રેડ પાડવામાં આવી હતી જે દરમિયાન ઈમરાન અને તેના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે કોર્ટે ઈમરાનની ધરપકડ રદ કરી દીધી છે અને સુનાવણી 30 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 19, 2023 પર 12:30 PM
પાકિસ્તાની કોર્ટે ઇમરાન ખાનને આપી રાહત, હાલ પુરતું ધરપકડ વોરંટ કરાયું રદ, આગામી સુનાવણી 30 માર્ચેપાકિસ્તાની કોર્ટે ઇમરાન ખાનને આપી રાહત, હાલ પુરતું ધરપકડ વોરંટ કરાયું રદ, આગામી સુનાવણી 30 માર્ચે

આ દિવસોમાં પાકિસ્તાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Pakistan Ex PM Imran Khan) તોશાખાના કેસમાં ફરી એકવાર ધરપકડથી બચી ગયા છે. લાહોરમાં તેના ઘરે પણ રેડ પાડવામાં આવ્યો હતો જે દરમિયાન ઈમરાન અને તેના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે કોર્ટે ઈમરાનની ધરપકડ રદ કરી છે.

કોર્ટે ઈમરાન ખાનને આપી મંજૂરી

તોશાખાના કેસની સુનાવણીમાં, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (ADSJ) ઝફર ઈકબાલે ઈમરાન ખાનને કોર્ટ પરિસરની બહાર તેમની હાજરી ચિહ્નિત કર્યા પછી ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કર્યા વિના જવાની મંજૂરી આપી હતી. ઈમરાન પર ચાલી રહેલી સુનાવણી 30 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.

ઈમરાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

બધા સમાચાર

+ વધુુ વાંચો