ચીનના સમર્થનથી પાકિસ્તાનની સૈન્ય શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. 2010 સુધી અમેરિકા પાકિસ્તાનને સૌથી વધુ હથિયારોની સપ્લાય કરતું હતું, પરંતુ 2016માં અમેરિકાએ આ સપ્લાય બંધ કરી દીધી. ત્યારબાદ ચીને આ ખાલી જગ્યા ભરી અને હવે તે પાકિસ્તાનને 80 ટકાથી વધુ હથિયારો પૂરા પાડે છે. 2014થી 2024 સુધી પાકિસ્તાને ચીન પાસેથી 9 અબજ ડોલરના હથિયારો ખરીદ્યા છે, જેનાથી તેની સ્થળસેના, વાયુસેના અને નૌકાદળ આધુનિક બન્યા છે.