Get App

PM મોદીનું નવું સરનામું ‘સેવા તીર્થ': નવી ઓફિસમાં આવતા જ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો, જાણો સામાન્ય જનતાને શું મળશે?

PM Modi Seva Tirth New PMO Office: PM મોદીનું કાર્યાલય હવે સાઉથ બ્લોકથી 'સેવા તીર્થ'માં શિફ્ટ થયું છે. નવી ઓફિસના પહેલા જ દિવસે PM મોદીએ ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય નાગરિકો માટે 4 મોટા નિર્ણય લીધા છે. જાણો શું છે PM RAHAT યોજના અને અન્ય લાભો.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2026 પર 6:45 PM
PM મોદીનું નવું સરનામું ‘સેવા તીર્થ': નવી ઓફિસમાં આવતા જ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો, જાણો સામાન્ય જનતાને શું મળશે?PM મોદીનું નવું સરનામું ‘સેવા તીર્થ': નવી ઓફિસમાં આવતા જ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો, જાણો સામાન્ય જનતાને શું મળશે?
PM Modi Seva Tirth New PMO Office: દેશની સત્તાનું કેન્દ્ર ગણાતા વડાપ્રધાનના કાર્યાલયનું સરનામું હવે બદલાઈ ગયું છે.

PM Modi Seva Tirth New PMO Office: દેશની સત્તાનું કેન્દ્ર ગણાતા વડાપ્રધાનના કાર્યાલયનું સરનામું હવે બદલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નવા કાર્યાલય ‘સેવા તીર્થ'નું ઉદ્ઘાટન કર્યું છે. છેલ્લા 78 વર્ષથી રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી જે સત્તાનો કારભાર ચાલતો હતો, તે હવેથી 'સેવા તીર્થ' ખાતે શિફ્ટ થઈ ગયો છે.

આ નવી અને હાઈટેક ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે જ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ માટે 4 મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે આ અંગેની જાણકારી આપી હતી. ચાલો જાણીએ કે આ નવી ઓફિસમાંથી લેવાયેલા પહેલા ચાર નિર્ણયો કયા છે જે સીધા સામાન્ય જનતાને સ્પર્શે છે.

PM મોદીના 4 મોટા નિર્ણયો: કોને શું મળ્યું?

વડાપ્રધાન મોદીએ જે ફાઈલો પર સૌથી પહેલા સહી કરી છે, તેમાં સામાન્ય માણસના સ્વાસ્થ્યથી લઈને ખેડૂતો અને મહિલાઓના વિકાસની વાત છે.

PM RAHAT (રાહત) યોજના: આ એક મોટી જાહેરાત છે. હવેથી અકસ્માતનો ભોગ બનેલા કોઈપણ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકાર રુપિયા 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર પૂરી પાડશે. અકસ્માત સમયે પૈસાના અભાવે કોઈનો જીવ ન જાય તે માટે આ નિર્ણય ખૂબ મહત્વનો સાબિત થશે.

લખપતિ દીદી યોજનાનો વ્યાપ વધ્યો: મહિલા સશક્તિકરણને વેગ આપતા સરકારે ‘લખપતિ દીદી' યોજનાનો લક્ષ્યાંક બમણો કરી દીધો છે. હવે આ ટાર્ગેટ વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે, જેનાથી ગ્રામીણ મહિલાઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો