Get App

ગુજરાતમાં ગરમી વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી: 3 થી 6 મે વચ્ચે માવઠાની શક્યતા, વાતાવરણમાં આવશે પલટો

હવામાન વિભાગ મુજબ 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છાંટા પડશે તેવી શક્યતા છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સાથે ગાજવીજ થવાની પણ સંભાવના છે.

MoneyControl Newsઅપડેટેડ May 01, 2025 પર 12:29 PM
ગુજરાતમાં ગરમી વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી: 3 થી 6 મે વચ્ચે માવઠાની શક્યતા, વાતાવરણમાં આવશે પલટોગુજરાતમાં ગરમી વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી: 3 થી 6 મે વચ્ચે માવઠાની શક્યતા, વાતાવરણમાં આવશે પલટો
ગુજરાતમાં એક બાજુ કડાકા ભડાકાની ગરમી જનજીવનને અસહજ બનાવી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે.

ગુજરાતમાં એક બાજુ કડાકા ભડાકાની ગરમી જનજીવનને અસહજ બનાવી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. 3 થી 6 મે વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓના કારણે વાદળી માહોલ સાથે ગાજવીજ તથા પવન સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

3 મે: ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ

હવામાન વિભાગ મુજબ 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છાંટા પડશે તેવી શક્યતા છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સાથે ગાજવીજ થવાની પણ સંભાવના છે.

4 મે: વધતી વરસાદી પ્રવૃત્તિ

4 મેના રોજ પણ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આ દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.

5 મે: ગુજરાતના મોટા ભાગમાં વરસાદ

5 મેના રોજ રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છાંટા પડી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો