Heavy rain in Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે, જેના કારણે રેલ, બસ અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. મંગળવારે મુંબઈના અનેક વિસ્તારોમાં બૂડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બુધવારે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ગુરુવારથી વરસાદની તીવ્રતા ઘટવાની સંભાવના છે.

