ગુજરાતમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદે ધમાકેદાર હાજરી પૂરાવી છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 8.66 ઈંચ નોંધાયો, જ્યારે દાહોદમાં 7.56 ઈંચ વરસાદે ખેડૂતો અને સ્થાનિકોને ચિંતામાં મૂક્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા અનુસાર, 24 જૂન 2025ના સવારે 6 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં આ વરસાદ નોંધાયો હતો.