ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સુરત શહેરે 13.6 ઈંચનો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો. આ વરસાદે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જી, જેના કારણે રસ્તાઓ, માર્કેટો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.