RBI Credit Policy: RBIએ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. MSF RATE & BANK RATE 6.75% પર યથાવત છે.


RBI Credit Policy: RBIએ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. MSF RATE & BANK RATE 6.75% પર યથાવત છે.
RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે Withdrawal Of Accommodation Stance વલણ યથાવત છે. વલણ યથાવત રાખવા માટે MPCનો મત 5:1 આવ્યો છે. એટલે કે 6 માંથી 5 સભ્યોએ રેપો રેટ ને સ્થિર બનાવી રાખાવના પક્ષમાં હતા. અમે ઈનફ્લેશનમાં ઘટાડો આવતો દેખાયો છે. છેલ્લા 6 ટકાથી ઊપર હતો. હવે તે ઘણો નીચે આવી ગયો છે. SDF રેટ 6.25% પર યથાવત છે. હેડલાઈન મોંઘવારી FY24ના લક્ષ્ય કરતા ઉપર રહે.
RBI ગવર્નર એ કહ્યું કે ચોમાસાની આગાહી અને અલ-નિનો અસર અનિશ્ચિત છે. ₹2000 ની નોટ જમા થતા સિસ્ટમમાં લિક્વિડિટી વધી. CPIને કાબૂમાં રાખવા RBI દરેક પગલા લેશે. FY24માં પણ મોંઘવારી દર 4% ઉપર રહી શકે છે.
RBI ગવર્નર શક્તિકાંતા દાસે આગળ કહ્યુ કે વર્ષ 2022-23માં મજબૂત GDP ગ્રોથ નોંધાયો. નાણાકીય વર્ષ 2024માં પ્રોજેક્ટેડ ઈન્ફ્લેશન 5% ઉપર રહી શકે છે. મેમાં PMI આંકડા પણ વધીને આવ્યા. આ વખતે ચોમાસુ સામાન્ય રહે તેવી આશા છે. કેપેક્સ માટે વાતાવરણ અનુકૂળ છે.
નાણાકીય વર્ષ 2024 માટે GDP ગ્રોથ 6.5% રહેવાની આશા
નાણાકીય વર્ષ 2024 માટે GDP ગ્રોથ 6.5% રહી શકે છે. એપ્રિલ-જૂન રિયલ GDP ગ્રોથ 8.0% રહી શકે છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં GDP ગ્રોથ 6.5% રહી શકે છે. જ્યારે, ઑક્ટો-ડિસેમ્બરમાં GDP ગ્રોથ 6% રહી શકે છે. તો જાન્યુ-માર્ચમાં GDP ગ્રોથ 5.7% રહી શકે છે.
રવિ પાક સારો રહેતા મોંઘવારી ઘટવાની ઉમ્મીદ
RBI ગવર્નરે કહ્યું ખરાબ હવામાનની રવિ પાક પર અસર પડી નહી. ગ્રામીણ ડિમાન્ડ સુધારાના માર્ગ પર છે. રવિ પાક સારો રહેતા મોંઘવારી ઘટવાની આશા છે. નાણાકીય વર્ષ 2024 માટે મોંઘવારીનો અંદાજ 5.1% રહેવાનો છે. એપ્રિલ-જૂન હેડલાઈન CPI મોંઘવારી 4.6% રહી શકે છે. જુલાઈ-સપ્ટે હેડલાઈન CPI મોંઘવારી 5.2% રહી શકે છે. ઑક્ટો-ડિસે હેડલાઈન CPI મોંઘવારી 5.4% રહી શકે છે. જાન્યુ-માર્ચ હેડલાઈન CPI મોંઘવારી 5.2% રહી શકે છે. મોંઘવારી પર અમારી 'અર્જુન જેવી દ્રષ્ટિ' છે.
RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું ઓક્શન મારફત સિસ્ટમની અંદરની પ્રવાહિતા વધારી છે. જાન્યુઆરીથી રૂપિયામાં સ્થિરતા જોવા મળી છે. 2 જૂન સુધી ફોરેક્સ રિઝર્વ ડૉલર 595.1b રહી છે. ફોરવર્ડ અસેટ સાથે વિદેશી હુંડિયામણ 600 બિલિયન ડૉલરને પાર છે. શેડ્યુલ્ડ બેન્ક ઋણ મર્યાદા નક્કી કરી શકશે. બેન્ક માટે ટેકનિકલ રાઈટ-offના નિયમો બહાર પડશે. e-₹ વાઉચરનો વ્યાપ વધારીશું. એપ્રિલ ડેટા પ્રમાણે FDI ઈનફ્લૉમાં સુધાર થશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.