રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને એક ખાસ સલાહ આપી છે. આમાં તેમણે કહ્યું છે કે KYC (તમારા કસ્ટમર્સને જાણો) ડોક્યુમેન્ટ્સ માટે તમારા કસ્ટમર્સને વારંવાર ફોન કરવાનું ટાળો. પીટીઆઈના સમાચાર અનુસાર, આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આપણે ખાતરી કરવાની જરૂર છે કે એકવાર કસ્ટમર્સ નાણાકીય સંસ્થાને ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી દે, પછી આપણે ફરીથી તે જ ડોક્યુમેન્ટ્સ મેળવવાનો આગ્રહ ન રાખીએ. ગવર્નરે ઉદ્યોગમાં સ્પર્ધા વિશે યાદ અપાવતા કહ્યું કે બેન્કોએ કસ્ટમર્સ સર્વિસમાં સુધારો કરવાની જરૂર છે, ફક્ત એટલા માટે નહીં કે તે તેમની ફરજ છે, પરંતુ તે તેમના પોતાના હિતમાં પણ છે.