Get App

તુર્કીની સંસદમાં ‘દંગલ': મંત્રીની નિમણૂક પર સાંસદો વચ્ચે છુટ્ટાહાથે મારામારી, લાતો-મુક્કાનો વીડિયો વાયરલ

Turkey Parliament Brawl: તુર્કીની સંસદમાં નવા ન્યાય મંત્રી અકિન ગુરલેકની નિમણૂકને લઈને ભારે હોબાળો થયો છે. સત્તાધારી અને વિપક્ષી સાંસદો વચ્ચે છુટ્ટાહાથે મારામારી થઈ હતી. જાણો આખરે કેમ સંસદ બની યુદ્ધનું મેદાન અને કોણ છે અકિન ગુરલેક?

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2026 પર 11:07 AM
તુર્કીની સંસદમાં ‘દંગલ': મંત્રીની નિમણૂક પર સાંસદો વચ્ચે છુટ્ટાહાથે મારામારી, લાતો-મુક્કાનો વીડિયો વાયરલતુર્કીની સંસદમાં ‘દંગલ': મંત્રીની નિમણૂક પર સાંસદો વચ્ચે છુટ્ટાહાથે મારામારી, લાતો-મુક્કાનો વીડિયો વાયરલ
Turkey Parliament Brawl: તુર્કીની સંસદમાં નવા ન્યાય મંત્રી અકિન ગુરલેકની નિમણૂકને લઈને ભારે હોબાળો થયો છે.

Turkey Parliament Brawl: તુર્કી (Turkey) ની સંસદ લોકશાહીનું મંદિર રહેવાને બદલે કુસ્તીનો અખાડો બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ સંસદમાં એવો હોબાળો મચ્યો કે વાત મારામારી પર આવી ગઈ. સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદોએ તમામ મર્યાદાઓ નેવે મૂકીને એકબીજા પર લાતો અને મુક્કાઓનો વરસાદ કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૂટ-બૂટ પહેરેલા નેતાઓ એકબીજાને ધક્કા મારતા અને મારપીટ કરતા સ્પષ્ટ દેખાય છે.

આખરે સંસદમાં કેમ ભડકી આગ?

આ સમગ્ર મામલાનું મૂળ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા કરવામાં આવેલી નવી નિમણૂકો છે. રાષ્ટ્રપતિ એર્દોગને ઈસ્તંબુલના ચીફ પ્રોસિક્યુટર (મુખ્ય સરકારી વકીલ) અકિન ગુરલેકને દેશના નવા ન્યાય મંત્રી (Justice Minister) તરીકે જાહેર કર્યા હતા. બુધવારે જ્યારે અકિન ગુરલેક સંસદમાં શપથ લેવા માટે આવ્યા, ત્યારે વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

વિપક્ષી સાંસદોએ ગુરલેકને શપથ લેતા અટકાવવાનો પ્રયાસ કર્યો. જોતજોતામાં બોલાચાલી એટલી વધી ગઈ કે ડઝનબંધ સાંસદોનું ટોળું આમને-સામને આવી ગયું અને સંસદમાં છુટ્ટાહાથે મારામારી શરૂ થઈ ગઈ.

બધા સમાચાર

+ વધુુ વાંચો