Get App

હૂતી બળવાખોરો સામે રણશિંગુ! સાઉદી અરેબિયાની રક્ષા માટે પાકિસ્તાન અને તૂર્કીયેની સેના મેદાને, મક્કા પેક્ટ થયો એક્ટિવ

Makkah Joint Defense Agreement Active : હૂતી બળવાખોરોના હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કીયેએ 'મક્કા રક્ષા કરાર' સક્રિય કર્યો છે. જાણો આ મોટા સૈન્ય ગઠબંધન વિશે તમામ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 06, 2026 પર 10:39 AM
હૂતી બળવાખોરો સામે રણશિંગુ! સાઉદી અરેબિયાની રક્ષા માટે પાકિસ્તાન અને તૂર્કીયેની સેના મેદાને, મક્કા પેક્ટ થયો એક્ટિવહૂતી બળવાખોરો સામે રણશિંગુ! સાઉદી અરેબિયાની રક્ષા માટે પાકિસ્તાન અને તૂર્કીયેની સેના મેદાને, મક્કા પેક્ટ થયો એક્ટિવ
ગત ઓગસ્ટ મહિનામાં જ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કીયેએ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ પર ઐતિહાસિક હસ્તાક્ષર કર્યા હતા. આ કરારનો સીધો અર્થ એ છે કે જો આ 3 દેશોમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે.

Makkah Joint Defense Agreement Active : મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલી તંગદિલી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યમનના હૂતી બળવાખોરો દ્વારા થઈ રહેલા સતત હુમલાઓનો આકરો જવાબ આપવા માટે સાઉદી અરેબિયાએ મોટું પગલું ભર્યું છે. સાઉદી અરેબિયાની રક્ષા માટે હવે પાકિસ્તાન અને તૂર્કીયેની સેના સીધી રીતે મેદાને ઉતરી છે.

રિયાધમાં ઇમરજન્સી બેઠક અને ઐતિહાસિક નિર્ણય

રાજધાની રિયાધમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કીયેના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હૂતીઓના આતંકને ડામવા માટે મક્કા રક્ષા કરાર (Makkah Joint Defense Agreement)ને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે સાઉદી અરેબિયામાં મોટા પાયે આધુનિક લશ્કરી દળોની તૈનાતી કરવામાં આવશે. 3 દેશોના આ આક્રમક વલણથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

‘એક પર હુમલો, બધા પર હુમલો'ની નીતિ

બધા સમાચાર

+ વધુુ વાંચો