Get App

સુનિતા વિલિયમ્સે અવકાશને કહ્યું ‘અલવિદા’: નાસામાંથી નિવૃત્તિ જાહેર, 27 વર્ષની કારકિર્દી અને 608 દિવસનો રેકોર્ડ!

Sunita Williams Retirement: ભારતીય મૂળના દિગ્ગજ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નાસામાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 27 વર્ષની શાનદાર કારકિર્દી અને અવકાશમાં 608 દિવસ વિતાવવાના રેકોર્ડ સાથે તેમણે લીધી વિદાય. જાણો તેમના અદભૂત રેકોર્ડ્સ અને ગુજરાત કનેક્શન વિશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 21, 2026 પર 10:27 AM
સુનિતા વિલિયમ્સે અવકાશને કહ્યું ‘અલવિદા’: નાસામાંથી નિવૃત્તિ જાહેર, 27 વર્ષની કારકિર્દી અને 608 દિવસનો રેકોર્ડ!સુનિતા વિલિયમ્સે અવકાશને કહ્યું ‘અલવિદા’: નાસામાંથી નિવૃત્તિ જાહેર, 27 વર્ષની કારકિર્દી અને 608 દિવસનો રેકોર્ડ!
Sunita Williams Retirement: ભારતીય મૂળના દિગ્ગજ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નાસામાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

Sunita Williams Retirement: અવકાશની દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર અને અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બનેલા સુનિતા વિલિયમ્સે હવે પોતાની સ્પેસ સૂટ ઉતારીને કાયમી ‘અલવિદા’ કહી દીધું છે. ભારતીય મૂળના આ જાંબાઝ મહિલા અવકાશયાત્રી 27 વર્ષની લાંબી અને યાદગાર સફર બાદ ડિસેમ્બર 2025ના અંતમાં નાસામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થયા છે.

નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને બુધવારે આ મોટી જાહેરાત કરી હતી. તેમણે સુનિતા વિલિયમ્સને 'અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક' ગણાવીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

"અવકાશ મારું મનપસંદ ઘર હતું"

પોતાની નિવૃત્તિ સમયે સુનિતા વિલિયમ્સ થોડા ભાવુક જોવા મળ્યા હતા. 60 વર્ષીય સુનિતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "નાસામાં મારી 27 વર્ષની કારકિર્દી ખરેખર અદભૂત રહી છે. સ્પેસ સ્ટેશન પર અમે જે પણ સંશોધનો કર્યા છે, તે આવનારા સમયમાં ચંદ્ર અને મંગળ મિશન માટેનો રસ્તો સરળ બનાવશે. હવે હું નાસાને નવો ઇતિહાસ રચતા જોવા માટે ઉત્સુક છું." તેમના આ શબ્દો સાબિત કરે છે કે ભલે તેઓ નિવૃત્ત થયા હોય, પણ તેમનું મન હંમેશા અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલું રહેશે.

સુનિતા વિલિયમ્સના નામે બોલે છે આ અદભૂત રેકોર્ડ્સ

સુનિતા વિલિયમ્સ માત્ર એક નામ નથી પણ હિંમતનું બીજું નામ છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે એવા વિક્રમો નોંધાવ્યા છે જે તોડવા કોઈ પણ માટે મુશ્કેલ હશે:

સ્પેસમાં સૌથી વધુ સમય: સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ 608 દિવસ વિતાવ્યા છે. નાસાના કોઈપણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવેલો આ બીજો સૌથી લાંબો સમય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો