US China Trade War: અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધમાં એક નવા અધ્યાય પછી અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વર અચાનક નરમ પડ્યા છે. ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં તેમણે કહ્યું, "ચીન વિશે ચિંતા ન કરો, બધું સારું થશે! માનનીય પ્રેસિડન્ટ શી જિનપિંગને માત્ર એક ખરાબ ક્ષણ આવી છે. તેઓ તેમના દેશને ડિપ્રેશનમાં નથી ધકેલવા માંગતા, અને હું પણ નહીં. અમેરિકા ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન નહીં!"

