તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆન રવિવારે આ પદની ચૂંટણીમાં ફરી એકવાર વિજયી થયા હતા. અર્દોઆને 28 મેના રોજ રન-ઓફ રાઉન્ડ જીત્યો હતો. અર્દોઆને રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા રાઉન્ડમાં 52.14 ટકા વોટ સાથે જીત મેળવી હતી. એર્દોઆન એવા સમયે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા જ્યારે દેશ અતિ ફુગાવો અને ભૂકંપની અસરો સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રેસેપ તૈયપ અર્દોઆનને તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગ્લોબલ બાબતો પર ભારત-તુર્કી સંબંધો વધુ મજબૂત બનશે.

