Get App

US VP JD Vance: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પથ્થરમારા બાદ એક શખ્સની અટકાયત; માદુરો કનેક્શન?

US VP JD Vance: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ હુમલાને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના પરિણામ તરીકે જોવામાં આવે છે. પોલીસે 1 શખ્સની અટકાયત કરી છે. જાણો સમગ્ર મામલો.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2026 પર 7:32 PM
US VP JD Vance: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પથ્થરમારા બાદ એક શખ્સની અટકાયત; માદુરો કનેક્શન?US VP JD Vance: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પથ્થરમારા બાદ એક શખ્સની અટકાયત; માદુરો કનેક્શન?
આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી એક મોટી ધરપકડ સાથે જોડીને જોવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ જેડી વેન્સના ઘર પર આ હુમલો થયો છે.

US VP JD Vance: અમેરિકાના રાજકારણમાંથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નિવાસસ્થાન પર હુમલો થયો હોવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, તેમના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પથ્થરમારાની સાથે ફાયરિંગ થયાની પણ ચર્ચા છે, જોકે ફાયરિંગ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

નિકોલસ માદુરોની ધરપકડ સાથે કનેક્શન?

આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી એક મોટી ધરપકડ સાથે જોડીને જોવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ જેડી વેન્સના ઘર પર આ હુમલો થયો છે. હાલમાં આ પથ્થરમારાની ઘટનાને માદુરોની ધરપકડના રિએક્શન અથવા અસર તરીકે જોવામાં આવી રહી છે. ઘટના બાદ અમેરિકન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.

વેન્સ અને તેમનો પરિવાર સુરક્ષિત

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, આ તોડફોડની ઘટના જેડી વેન્સના સિનસિનાટી સ્થિત ઘરે સોમવારે સવારે બની હતી. રાહતની વાત એ છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે જેડી વેન્સ તેમના સરકારી આવાસ પર હાજર ન હતા.

ઘટનાના થોડા કલાકો પહેલા જ જેડી વેન્સ અને તેમનો પરિવાર વોશિંગ્ટન જવા માટે રવાના થઈ ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉપરાષ્ટ્રપતિએ વીતેલું અઠવાડિયું ‘ક્વીન સિટી’માં વિતાવ્યું હતું. જોકે, હુમલા સમયે તેઓ ત્યાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

તપાસ એજન્સીઓ એક્શનમાં

બધા સમાચાર

+ વધુુ વાંચો