Virat Kohli Premanand Maharaj: વૃંદાવન સ્થિત પૂજ્ય પ્રેમાનંદ મહારાજનો આશ્રમ હાલમાં ભારે ચર્ચા અને વિવાદોમાં ઘેરાયેલો છે. એક શિષ્યના શંકાસ્પદ મોતના વિવાદ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું નામ પણ આ મામલામાં ખેંચવામાં આવ્યું છે. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોહલી 5 કરોડ રૂપિયા લઈને મહારાજજીના દર્શને ગયો હતો. જોકે, આ ગંભીર આરોપો પર હવે વિરાટ કોહલીની ટીમે પોતાનું મૌન તોડ્યું છે અને સત્તાવાર નિવેદન બહાર પાડીને અફવાઓનો અંત લાવી દીધો છે.

