Weather Update: ભારતના ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને આજે પણ વરસાદ ચાલુ રહેશે. ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં તીવ્ર પવન અને સંભવિત કરા સાથે મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. આપને જણાવી દઈએ કે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. આ સાથે વાતાવરણ ફરી થોડું ઠંડું થઈ ગયું છે.

