IMD Alert: છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. સારા સમાચાર આપતા, ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ રવિવારે કહ્યું કે આગામી એક સપ્તાહ સુધી તીવ્ર ગરમીથી પ્રભાવિત દેશના તમામ રાજ્યોમાં વરસાદ પડી શકે છે, જેના કારણે હીટવેવ ઓછી થઈ જશે. હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળવાની શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે ભારત એવા દેશોમાંથી એક છે જે ગરમીથી સૌથી વધુ પ્રભાવિત અને સંવેદનશીલ છે.

