Get App

Zomatoના કો-ફાઉન્ડર ચહેરા પર કેમ પહેરે છે આ વિચિત્ર ડિવાઈસ? 225 કરોડનું છે કનેક્શન, જાણો શું છે સત્ય

Zomatoના કો-ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલ હાલમાં આંખ અને કાનની વચ્ચે એક ખાસ સિલ્વર ડિવાઈસ પહેરેલા જોવા મળ્યા છે. શું છે આ ‘ટેમ્પલ’ ડિવાઈસ અને 225 કરોડના ખર્ચે થતી આ રિસર્ચ? જાણો આ રિપોર્ટમાં.

MoneyControl Newsઅપડેટેડ Jan 06, 2026 પર 10:33 AM
Zomatoના કો-ફાઉન્ડર ચહેરા પર કેમ પહેરે છે આ વિચિત્ર ડિવાઈસ? 225 કરોડનું છે કનેક્શન, જાણો શું છે સત્યZomatoના કો-ફાઉન્ડર ચહેરા પર કેમ પહેરે છે આ વિચિત્ર ડિવાઈસ? 225 કરોડનું છે કનેક્શન, જાણો શું છે સત્ય
Zomatoના કો-ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલ હાલમાં આંખ અને કાનની વચ્ચે એક ખાસ સિલ્વર ડિવાઈસ પહેરેલા જોવા મળ્યા છે.

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoના કો-ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલ હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં છે. તાજેતરમાં જ એક જાણીતા યુટ્યુબરના પોડકાસ્ટમાં દીપેન્દ્ર ગોયલ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમના ચહેરા પર, એટલે કે આંખ અને કાનની વચ્ચે એક ચાંદી જેવું ચમકતું નાનકડું ડિવાઈસ જોવા મળ્યું હતું.

આ દ્રશ્ય જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ જાતજાતની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું. કેટલાક યુઝર્સે મજાકમાં કહ્યું કે આ કોઈ ‘એક્સટર્નલ મેમરી’ છે. જોકે, હકીકત કંઈક અલગ જ છે. આ કોઈ ફેશન નથી, પણ એક ગંભીર સાયન્સ રિસર્ચનો ભાગ છે. ચાલો જાણીએ આ ડિવાઈસ પાછળનું અસલી સત્ય શું છે.

શું છે આ રહસ્યમય ડિવાઈસ?

દીપેન્દ્ર ગોયલે આ ચમકતું ગેજેટ આંખ અને કાનની વચ્ચેના ભાગમાં, જેને શરીરવિજ્ઞાનમાં 'ટેમ્પલ' કહેવાય છે, ત્યાં પહેર્યું છે. તેથી તેને 'ટેમ્પલ ડિવાઈસ' તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. દીપેન્દ્ર ગોયલના જણાવ્યા મુજબ, આ કોઈ બજારમાં વેચાતી પ્રોડક્ટ નથી, પરંતુ એક એક્સપેરિમેન્ટલ ડિવાઈસ છે.

આ ડિવાઈસનું મુખ્ય કામ મગજમાં લોહીના પરિભ્રમણ ને રિયલ ટાઈમમાં માપવાનું છે. આ ખાસ પ્રયોગ માટે દીપેન્દ્ર ગોયલે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

225 કરોડ રૂપિયાનું રોકાણ અને 'ગ્રેવિટી એજિંગ'

આ સમગ્ર પ્રોજેક્ટ દીપેન્દ્ર ગોયલના ‘ગ્રેવિટી એજિંગ હાઈપોથિસિસ’ રિસર્ચનો એક મહત્વનો હિસ્સો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રિસર્ચ માટે તેમણે પોતાના અંગત ફંડમાંથી 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 225 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો