Get App

પીવીસી પાઈપ્સ બિઝનેસને ₹235 કરોડમાં ખરીદતા સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બાવન સપ્તાહની ટોચે

શુક્રવારે સ્થાનિક શૅરબજારની શરૂઆત નબળી રહી હતી તેમ છતાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બાવન સપ્તાહની નવી ટોચ (રૂ.૪,૫૬૪.૨૦)ના સ્તરે પહોંચ્યો હતો કારણ કે તેમણે પાર્વતી એગ્રો પ્લાસ્ટનો પીવીસી પાઈપ્સ બિઝનેસને રૂ.૨૩૫ કરોડમાં હસ્તગત કર્યો છે

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 11:27 AM
પીવીસી પાઈપ્સ બિઝનેસને ₹235 કરોડમાં ખરીદતા સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બાવન સપ્તાહની ટોચેપીવીસી પાઈપ્સ બિઝનેસને ₹235 કરોડમાં ખરીદતા સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બાવન સપ્તાહની ટોચે

શુક્રવારે સ્થાનિક શૅરબજારની શરૂઆત નબળી રહી હતી તેમ છતાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શૅર બાવન સપ્તાહની નવી ટોચ (4,564.20 કરોડ)ના સ્તરે પહોંચ્યો હતો કારણ કે તેમણે પાર્વતી એગ્રો પ્લાસ્ટનો પીવીસી પાઈપ્સ બિઝનેસને 235 કરોડ રૂપિયામાં હસ્તગત કર્યો છે.

સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝે પાર્વતી એગ્રો પ્લાસ્ટ સાથે કોન્ટ્રેક્ટ કર્યો છે. આમાં દરેક ફિક્સ્ડ એસેટ્સ, સાધનો, મોલ્ડ્સ અને ડાઈઝ, સ્પેર પાર્ટસ, દરેક ઈનટેન્જિબલ એસેટ્સ, પ્રોપરી રાઈટ્સ, દરેક લાઈસન્સ, મંજૂરીઓ અને દરેક મટેરિયલ કોન્ટ્રેક્ટ્સ વગેરેનો સમાવેશ છે.

બ્લોક ડિલને લીધે ત્રણ લોઅર સર્કીટ બાદ આખરે જિઓ ફાઈનાન્સિયલનો શૅર ગ્રીન ઝોનમાં આવ્યો

પાર્વતી એગ્રે પ્લાસ્ટના બિઝનેસને હસ્તગત કરવાથી સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝની પાઈપિંગ ડિવિઝનની ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક 36 હજાર મેટ્રીક ટનનો વધારો થશે. તેમ જ ઓ-પીવીસી પાઈપ ટેકનોલોજી પણ હવે ઉપલબ્ધ થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો