Get App

Angel Oneના શેરમાં 5%થી વધુ ઉછાળો, ઓગસ્ટમાં Client Base 18% વધ્યો; ગ્રો પણ 2% ઉપર

Angel Oneનો client base ઓગસ્ટમાં 17.8% વધીને 3.95 કરોડ થયો છે, જ્યારે gross client acquisitions 3.8% વધીને 5.7 લાખ થયા છે. Average client funding bookમાં 40%થી વધુ ગ્રોથ થયો છે. આ મજબૂત client growth વચ્ચે Angel Oneના શેરમાં 5%નો ઉછાળો આવ્યો હતો. જોકે, average daily turnover અને retail market shareમાં ઘટાડો નોંધાયો, જ્યારે options premium turnoverમાં 117%થી વધુનો જોરદાર વધારો થયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2026 પર 11:55 AM
Angel Oneના શેરમાં 5%થી વધુ ઉછાળો, ઓગસ્ટમાં Client Base 18% વધ્યો; ગ્રો પણ 2% ઉપરAngel Oneના શેરમાં 5%થી વધુ ઉછાળો, ઓગસ્ટમાં Client Base 18% વધ્યો; ગ્રો પણ 2% ઉપર
ઓગસ્ટમાં એન્જલ વનનો ક્લાઈન્ટ બેઝ 17.8% વધીને 3.95 કરોડ થતાં કંપનીના શેરમાં શુક્રવારે 5%નો ઉછાળો જોવા મળ્યો.

એન્જલ વન લિમિટેડના શેરમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે ઓગસ્ટ 2026માં તેનો ક્લાઈન્ટ બેઝ વાર્ષિક ધોરણે 17.8% વધીને 3.95 કરોડ થયો છે. આ સાથે કંપનીના ગ્રોસ ક્લાઈન્ટ પણ 3.8% વધીને 5.7 લાખ નવા ગ્રાહકો થયા છે.

માસિક ધોરણે પણ એન્જલ વનના ગ્રોસ ક્લાંઈન્ટ એક્યૂઝન્સમાં 19.9% અને ક્લાઈંટ બેઝમાં 1.4%નો વધારો નોંધાયો છે. કંપનીના રજીસ્ટર્ડ યૂનિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીએસની સંખ્યા પણ વાર્ષિક ધોરણે 2% વધીને 7,20,680 થઈ છે.

કંપનીનો એવરેજ ક્લાંઇન્ટ ફંડિંગ બુક ઓગસ્ટમાં 40%થી વધુ વધીને ₹7,421 કરોડ થયો છે. જોકે, ઓડર્સમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. કુલ ઓડર્સ 10.95 કરોડ રહ્યા, જે વાર્ષિક ધોરણે નજીવા ઓછા છે. ઓગસ્ટમાં એવરેજ ડેલી ઓર્ડ્સ પણ લગભગ 10% ઘટીને 52.1 લાખ રહ્યા.

શુક્રવારે સવારે 10:52 વાગ્યે Angel Oneનો શેર 5% વધીને ₹300.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયે Nifty Capital Markets Index 1.4% ઉપર હતો અને Angel One ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી ધરાવતો શેર રહ્યો હતો. અન્ય broker stocksમાં Groww લગભગ 2% અને Anand Rathi Share and Stock Brokers 0.7% વધ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો