AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB)ના શેરમાં આગામી સમયમાં 17 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસ ICICI Securitiesએ શેર પર ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ₹1,250નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. આ ટાર્ગેટ શેરના BSE પરના વર્તમાન ભાવ ₹1,066.80 કરતાં લગભગ 17 ટકા વધુ છે.

