Get App

Stock Market Today : આજે ટ્રેડિંગ કરતા પહેલા આ 7 મહત્વના સમાચારો પર એક નજર કરી લો, માર્કેટ પર સીધી અસર દેખાશે

24 જૂને ભારતીય શેરબજાર ખુલતા પહેલા ગ્લોબલ માર્કેટ, ગિફ્ટ નિફ્ટી, અમેરિકન બજાર, ક્રૂડ ઓઈલ અને સોનાના લેટેસ્ટ અપડેટ્સ જાણો. ટ્રેડિંગનો નિર્ણય લેતા પહેલા આ રિપોર્ટ જરૂર વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Jun 24, 2026 પર 9:17 AM
Stock Market Today : આજે ટ્રેડિંગ કરતા પહેલા આ 7 મહત્વના સમાચારો પર એક નજર કરી લો, માર્કેટ પર સીધી અસર દેખાશેStock Market Today : આજે ટ્રેડિંગ કરતા પહેલા આ 7 મહત્વના સમાચારો પર એક નજર કરી લો, માર્કેટ પર સીધી અસર દેખાશે
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઈલ ટેન્કરોની અવરજવર વધવાથી અને અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવાની દિશામાં પ્રગતિ દેખાતા ક્રૂડ સસ્તું થયું છે. WTI ક્રૂડ 0.45% અને બ્રેન્ટ ક્રૂડ 0.47% નીચે આવ્યા છે.

Stock Market Today : શેરબજારમાં દરરોજ નફા-નુકસાનની બાજી પલટાતી રહે છે. 24 જૂનના રોજ બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સ અને નિફ્ટી 50માં સારી શરૂઆત થવાની અપેક્ષા છે. ગિફ્ટ નિફ્ટી પણ શરૂઆતી કારોબારમાં તેજી સાથે 23,892.50 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. કોઈપણ નવો ટ્રેડ લેતા પહેલા દેશ અને દુનિયાના એવા સમાચારો પર નજર કરવી જરૂરી છે, જે આજના માર્કેટ સેન્ટિમેન્ટને સીધી રીતે અસર કરી શકે છે.

1. ગઈકાલના બજારનો માહોલ

ગઈકાલે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. નબળા ગ્લોબલ માર્કેટ અને અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટોની અનિશ્ચિતતાને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું હતું. પરિણામે સેન્સેક્સ 893.39 પોઈન્ટ (1.16%) તૂટીને 76,200.68 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 278.80 પોઈન્ટ (1.16%) ના ઘટાડા સાથે 23,824.10 પર બંધ થયો હતો. નિફ્ટી 23,850 નું મહત્વનું લેવલ તોડીને નીચે ગયો હતો.

2. ગિફ્ટ નિફ્ટી અને એશિયન બજારોની ચાલ

આજે સવારે 07:45 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 60.50 પોઈન્ટ એટલે કે 0.25% ના ઉછાળા સાથે 23,864 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જે ભારતીય બજાર માટે પોઝિટિવ ઓપનિંગનો સંકેત છે. બીજી તરફ, એશિયન બજારોમાં આજે મિશ્ર માહોલ છે:

જાપાનનો નિક્કેઈ: 0.42% ડાઉન

સ્ટ્રેટ્સ ટાઈમ્સ: 0.18% અપ

બધા સમાચાર

+ વધુુ વાંચો