બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
BSE | ANGEL ONE | GROWW | 360ONE WAM
કેશ માર્કેટમાં CAS ના પરિણામની સમીક્ષા થશે. CASમાં બદલાવનો પ્રસ્તાવ મૂકી શકાય છે. સેટલમેન્ટ પ્રાઈસ નક્કી કરવાની રીત બદલી શકાય. F&O સેટલમેન્ટ પ્રાઈસ નક્કી કરવાની પધ્ધતિ બદલાય. એક અઠવાડિયામાં કન્સ્લ્ટેશન પેપર આવી શકે.
POWER GRID
ગુજરાતમાં ઈન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે LoI મળ્યો. Lakadia REZ માં રિન્યુએબલ પ્રોજેક્ટ માટે LoI મળ્યો. ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે વાર્ષિક ચાર્જ ₹1152 કરોડ છે.
HDFC BANK
સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે HDFC બેન્કે $12 બિલિયનના FCNR ડિપોઝિટ્સ મોબિલાઇઝ કર્યા. FCNR એટલે કે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ.
RBL BANK
FY23 માટે ₹164 Crની GST કારણ બતાવો નોટિસ મળી. બેન્કે કહ્યું GST ડિમાન્ડ નોટિસ મુખ્યત્વે રિટર્ન/ડેટાની ખોટી સરખામણીને કારણે છે.
ANGEL ONE
મહિના દર મહિનાના આધારે ઓગસ્ટમાં કુલ Client Acquisition 19.9% વધ્યું. મહિના દર મહિનાના આધારે ઓગસ્ટમાં Client Base 1.4% વધ્યો. મહિના દર મહિનાના આધારે ઓગસ્ટમાં ઓર્ડરની સંખ્યામાં 18.7% ઘટાડો થયો. મહિના દર મહિનાના આધારે ઓગસ્ટમાં સરેરાશ દૈનિક ઓર્ડર 11% ઘટ્યા. મહિના દર મહિનાના આધારે ઓગસ્ટમાં રોકડ ટર્નઓવર માર્કેટ શેર 8 bps ઘટ્યો.
GLAND PHARMA
ગ્લેન્ડ ફાર્મામાં ₹2280 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર Fosun ફાર્મા 5% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹2763 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.
Cipla
Qilu ફાર્મા સાથે કરાર કર્યા. USમાં કીટ્રુડાના બાયોસિમિલરના લાઇસન્સિંગ અને સપ્લાય માટે કરાર કર્યા.
MEESHO
SVF II MeerKat એ 8 કરોડ શેર્સ વેચ્યા. ₹206.30/Shના ભાવ પર હિસ્સો વેચ્યો. SoftBank ની એન્ટીટી કંપની છે SVF II MeerKat છે.
CLEAN MAX ENVIRO
ડેનિશ હોલ્ડિંગ કંપની DSDG HOLDING APS એ 16.33 લાખ શેર્સ વેચ્યા. ₹1220 પ્રતિશેરના ભાવ પર 16.33 લાખ શેર્સ વેચ્યા. SBI Life, ICICI Pru Life, DSP India, WhiteOak અને Mahindra Manulife એ શેર્સ ખરીદ્યા.
POLYCAB | KEI INDUSTRIES
આદિત્ય બિરલા ગ્રુપની કેબલ એન્ડ વાયર બિઝનેસમાં એન્ટ્રી. Ultravolt નામથી પોતાનો કેબલ એન્ડ વાયર બિઝનેસ લોન્ચ કર્યો. Ultravoltમાં શરૂઆતમાં ₹1800 Crનું રોકાણ કરશે. કુમાર મંગલમ બિરલાએ કહ્યું કેબલ એન્ડ વાયરમાં નવા પ્લેયરની જરૂરત છે. 500 થી વધુ જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનો લક્ષ્યાંક છે.
PAINTS COM
કુમાર મંગલમ બિરલાએ કહ્યું Birla Opus માત્ર 2 વર્ષમાં ડબલ-ડિજિટ માર્કેટ શેર સુધી પહોંચ્યુ. જે ભારતના ડેકોરેટિવ પેઈન્ટ્સ સેક્ટરમાં કંપની માટે એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. Birla Opus, ફેબ્રુઆરી 2024માં લોન્ચ થયું હતું. 6 મહિનામાં જ Birla Opus ભારતીય ડેકોરેટિવ પેઈન્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં ત્રીજા સૌથી મોટા પ્લેયર બન્યો.
BHARAT FORGE
કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સએ બેલ્જિયમની ડિફેન્સ કંપની FN Herstal સાથે કરાર કર્યા. ભારત ફોર્જની સબ્સિડરી કંપની છે કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ. આ કરાર ભારતમાં સ્મોલ આર્મ્સ અને કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ ક્ષમતા વધારશે.
ONE97 COMMUNICATIONS
મેટા પ્લેટફોર્મ્સ ભારતમાં WhatsApp પર બિલ પેમેન્ટ શરૂ કરવાની તૈયારી છે.
IEX
વર્ષ દર વર્ષના આધાર પર ઈલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમ 20% વધી 13.94 Bn યુનિટ છે. રિયલ ટાઈમ માર્કેટ વોલ્યુમ 10.6% વધી 5.56 Bn યુનિટ્સ છે. Day-ahead Market વોલ્યુમ 15% વધી 5,517 Mn યુનિટ્સ છે.
HINDUSTAN ZINC
કર્ણાટકમાં માઇનિંગ લીઝ માટે LoI મળ્યો. કર્ણાટકમાં ગુંડલુપેટ REE અને યટ્રીયમ માઇનિંગ લીઝના 314.21 હેક્ટર માટે LoI મળ્યો.
RVNL
ઈસ્ટ કોસ્ટ રેલવે પાસેથી ₹405 Crના ઓર્ડર માટે RVNL ને L-1 બિડર તરીકે જાહેર કર્યા. સપ્લાય અને એક્ઝેક્યુશન માટે L1 બિડર તરીકે જાહેર કર્યા.
WeWork India
સોલર પાવર પ્લાન્ટ ડેવલપ કરશે. કર્ણાટકમાં 10 MWp સોલર પાવર પ્લાન્ટ ડેવલપ કરશે. 100% રિન્યુએબલ ઈલેક્ટ્રિસિટીનો ઉપયગો કરશે.
STERLITE TECHNOLOGIES
ઓપ્ટિકલ ફાઇબર કેબલ ઉત્પાદન ક્ષમતા વિસ્તરણ માટે ₹3000 Crના કેપેક્સને મંજૂરી મળી.
COHANCE LIFESCIENCES
NJ Bio એન્ડ અરુકા બાયોમાં $8 મિલિયનનું રોકાણ કરશે. NJ Bioમાં $13 મિલિયનનું રોકાણ કરીને કંપની પોતાનો હિસ્સો 56.0% થી વધારીને 67.3% કરશે. અરુકા બાયોમાં $5 મિલિયન નું રોકાણ કરીને કંપની 65% નવો કન્ટ્રોલિંગ સ્ટેક હસ્તગત કરશે.
WELSPUN INVESTMENTS
સબ્સિડરી વિશ્વકર્મા રિયલ્ટીમાં ₹12855 Crના રોકાણની મંજૂરી કરી. વિશ્વકર્મા રિયલ્ટી પ્રમોટર ગ્રુપ કંપની ઇન્દિવારામાં ₹1000 કરોડનું રોકાણ કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.