CG POWER આ મહિનાના અંતમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ કરશે. CNBC બજારને મળેલી EXCLUSIVE માહિતી અનુસાર, ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં મેડ ઇન ઇન્ડિયા હેઠળ સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવામાં આવશે. CG POWER ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરશે. આ મહિનાના અંતમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ સ્થાનિક બજારમાં આવશે. કંપનીના પાયલોટ પ્લાન્ટમાં અત્યાર સુધીમાં 350 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.