Get App

Closing Bell: નિફ્ટી 17100 ની ઊપર, સેન્સેક્સ 452 અંક ઉછળીને બંધ

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.02-3.07 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.41 ટકા વધીને 39,684.25 ના સ્તર પર બંધ થયા છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2023 પર 3:43 PM
Closing Bell: નિફ્ટી 17100 ની ઊપર, સેન્સેક્સ 452 અંક ઉછળીને બંધClosing Bell: નિફ્ટી 17100 ની ઊપર, સેન્સેક્સ 452 અંક ઉછળીને બંધ

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17100 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 58087 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,145.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 58,178.94 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.37 ટકા વધીને 24,130.48 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.74 ટકા વધારાની સાથે 27,181.50 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 452.23 અંક એટલે કે 0.78% ની મજબૂતીની સાથે 58087.07 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 139.60 અંક એટલે કે 0.82% ની વધારાની સાથે 17125.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.02-3.07 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.41 ટકા વધીને 39,684.25 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો