Closing Bell: ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા ટ્રેડિંગ સેશનમાં એટલે કે સોમવારે રોકાણકારોને રોલરકોસ્ટર રાઈડ જેવો અનુભવ થયો. સવારથી જ માર્કેટમાં સુસ્તી અને ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો, પરંતુ બપોરે 2:30 વાગ્યા પછી અચાનક જ બજારે એવી પલટી મારી કે રોકાણકારો ખુશ થઈ ગયા. અમુક જ મિનિટોમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળી ગયા હતા.

