Get App

બજારમાં કંસોલિડેશન જોવા મળશે, આ બજારમાં સ્ટોક આધારીત રોકાણ કરવું હિતાવહ: રિકેશ પરીખ

રિકેશ પરીખે જણાવ્યું કે આ બજારમાં સ્ટોક આધારીત રોકાણ કરવું હિતાવહ છે. ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 31, 2023 પર 3:00 PM
બજારમાં કંસોલિડેશન જોવા મળશે, આ બજારમાં સ્ટોક આધારીત રોકાણ કરવું હિતાવહ: રિકેશ પરીખબજારમાં કંસોલિડેશન જોવા મળશે, આ બજારમાં સ્ટોક આધારીત રોકાણ કરવું હિતાવહ: રિકેશ પરીખ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે રોકસ્ટડ કેપિટલના પ્રિન્સિપલ ઓફિસર રિકેશ પરીખ પાસેથી.

રિકેશ પરીખનું કહેવુ છે કે બ્રોડર માર્કેટમાં તેજી જોવા મળી છે. બજારમાં કંસોલિડેશન જોવા મળશે. ચોમાસુ અને મોંઘવારી બજાર માટે પડકાર રહેશે. હાલમાં નિફ્ટીનું વેલ્યુએશન લાંબાગાળાની સરેરાશથી થોડું વધારે છે.

રિકેશ પરીખે જણાવ્યું કે આ બજારમાં સ્ટોક આધારીત રોકાણ કરવું હિતાવહ છે. ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે. સરકારની PLI સ્કીમના પરિણામો આવનારા વર્ષમાં દેખાશે. 3-5 વર્ષની દૃષ્ટીએ અત્યારે બજારમાં રોકાણ જાળવી રાખવું.

બધા સમાચાર

+ વધુુ વાંચો